બનાસકાંઠા લોકસભા સીટ થયેલ મતદાન
બનાસકાંઠા લોકસભા 2024 સીટ પર 69.62% મતદાન થયુ જેમાં 1365989 મત પડ્યા જે માંથી જીતવા માટે 682994 મતોની જરૂર પડશે અપક્ષ કોઈ મજબૂત ઉમેદવાર નથી માટે કોઈ લાંબો ફેર નહીં પડે,
છેલ્લી 2019 લોકસભામાં બનાસકાંઠા પર થી પરબત પટેલ 368296 મટે ભાજપ માંથી છૂટયા હતા જે ચૌધરી સમાજ માંથી આવે છે,
બનાસકાંઠા સીટ પર સૌથી વધારે મત ઠાકોર સમાજ નું છે બાદ માં ચૌધરી સમાજ આવે છે,
બનાસકાંઠાના ઇતિહાસમાં પહલીવર કોઈ પક્ષે ઠાકોર સમાજને ટિકિટ આપી છે
માટે ઠાકોર સમાજ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જ્યારે ચૌધરી સમાજ લડતો આવ્યો છે અને જીતતો પણ આવ્યો છે અને ઉતર ગુજરાત માં ચૌધરી અને ઠાકોર સમાજ સામ સામે હોય એટલે માહોલ ગર્માયેલો રહતો હોય છે, કેહવાઈ છે કે ચૌધરી સમાજ ચુંટણી લડતો હોય ત્યારે સામે દરેક સમાજ એક થઈ જતાં હોય છે અને અગાવ ચુંટણી માં એવું જોવા મળ્યું છે,
ચૌધરી સમાજમાં બે ભાગ છે દેશી ચૌધરી અને મારવાડી ચૌધરી
સૌથી વધારે મતદાન થરાદ વિસ્તારમાં ચૌધરી સમાજનું છે પણ તેમાં મારવાડી ચૌધરીનું વલણ કોંગ્રેસ તરફ રહતું હોય છે, જ્યારે દેશી ચૌધરી ભાજપ સાથે રહતો હોય છે, સાથે થરાદ માં રાજપૂત અને રબારી પણ કોંગ્રેસ સાથે રહે છે વધુ માં થરાદ ના પરબત પટેલ જે ચાલુ સાંસદ હતા જેની ટિકિટ કાપી અને નવા ઉમેદવાર જે શંકર ચૌધરી કેહવા પ્રમાણે રેખાબેન ચૌધરીને આપી માટે પરબત પટેલ નારાજ ચાલી રહ્યા ની પણ વાત છે થરાદ ના ચૌધરી સમાજ પણ આ વખતે ભાજપથી નારાજ જોવા મળ્યા છે
થરાદમાં બમ્પર વોટીગ થયું છે
થરાદ શંકર ચૌધરીનો મત વિસ્તાર છે 2022 વિધાનસભામાં છૂટાયાં અગાવ તેવો વાવ વિધાનસભા સીટ પરથી લડતા જેમાં 2017 વિધાનસભામાં તેનો મુકાબલો ગેનીબેન ઠાકોર સાથે થયેલો જેમાં શંકર ચૌધરી હાર થઈ હતી માટે ચુંટણી રેખાબેન vs ગેનીબેન નહીં પણ શંકર ચૌધરી vs ગેનીબેનની હોય તેવું લાગી રહ્યું હતું આ માટે જ થરાદમાં બમ્પર વોટિંગ થયું છે
થરાદ માં ચૌધરીના ભાગલા રાજપૂત રબારી અને ઠાકોર કોંગ્રેસ તરફ માટે થરાદ માંથી ભાજપની લીડમાં ફરક પડી શકે,
વાવ મત વિસ્તાર
વાવ વિધાનસભા ના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય છે માટે ઠાકોર મતદારો વધારે છે માટે એ સમોકરણ જોતાં વાવ માં કોંગ્રેસનું પલડું ભારે રહશે,
દિયોદર/ભાભોર મત વિસ્તાર
આ વિસ્તારમાં ઠાકોર અને રબારી સમાજના મતો વધારે છે, માટે કોંગ્રેસ ને ફાયદો રહેશે એવું માનવું છે,
ધાનેરા મત વિસ્તાર
ધાનેરા વિસ્તારમાં કોંગ્રેસ નબળી પડી રહી છે ભાજપ સારી લીડ કાઢી સકે છે,
દાંતીવાડા મત વિસ્તાર
આ મત વિસ્તારમાં ઠાકોર અને ક્ષત્રિય સમાજ ના મતો વધારે છે માટે થોડી ક્ષત્રિય આંદોલનની પણ અસર જોવા મળી હતી જે ગેની બેન અને કોંગ્રેસ ને ફાયદો કરવી સકે છે
ડીસા મત વિસ્તાર
આ મત વિસ્તાર માં માંળી સમાજ વધારે છે જે ભાજપને ફાયદો કરાવી શકે છે,
પાલનપુર મત વિસ્તાર
પાલનપુરમાં ભાજપના કાર્યાકર્તામાં નારજગી જોવા મળી, તને ભાજપ વિરુદ્ધ કામ નથી લરયુ પણ મત આપવા નીકળ્યા નથી, પરંતુ પાલનપુર ગ્રામ વિસ્તાર માં કોંગ્રેસ નો જલવો જોવા મળ્યો,
દાંતા મત વિસ્તાર
આ વિસ્તારમાં મુસ્લિમ આદિવાસી ઠાકોર અને રાજપૂત સમાજના મતો વધારે છે માટે દાંતા વિસ્તારમાં કોંગ્રેસને ફાયદો થઈ સકે છે,
અમીરગઢ મત વિસ્તાર
આ વિસ્તારમાં પણ ઠાકોર અને દરબારો ના મતો વધારે છે માટે કોંગ્રેસ ને ફાયદો થઈ શકે છે.