પૂરા ભારત સૌથી ભરોસા પાત્ર ગણાતુ C વોટર ના સર્વેના ફાઉન્ડર યશવંત દેશમુખ ના તાજેતરના ઇંટરવ્યૂ માં ગુજરાતમાં ૩ સીટ પર ક્ષત્રિય વિવાદની અસર પડી રહી છે તેવો તેનો સર્વે કહી રહ્યો છે હજુ સર્વે આવ્યો નથી પણ તેના ફાઉન્ડરે એક ટીવી ઇંટરવ્યૂ આ વાત જણાવી છે ગુજરાતમાં ભાજપ આ ત્રણ બેઠક ગુમાવશે એવું કહ્યું નથી પણ અસર છે,
સાથે જે સીટ પર ક્ષત્રિય વિવાદની અસર નથી છતાં ત્યાં ભાજપને જોખમ છે એવી સીટ પણ ભરૂચ અને બનાસકાંઠા છે જ્યાં બંને ઉમેદવાર ચૈતર વસાવા અને ગેનીબેન ઠાકોર જે પોતાના દમ પર ભાજપને ફાઇટ આપી રહ્યા છે જેની વાત C વૉટરના ફાઉન્ડરે નથી કરી માટે એવુ કહી સકાઈ કે ભાજપને 2024 લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં 4/5 બેઠક પર ભાજપને જોખમ છે,
જેમાં સૌરાષ્ટ્ર પણ સામેલ છે ઉતર ગુજરાત પણ સામેલ છે મધ્ય ગુજરત સાથે દક્ષિણ ગુજરાત આમ ગુજરાતની દરેક દિશા માંથી ભાજપ એક એક બેઠક ગુમાવે છે,
તો C વોટરના સર્વે પ્રમાણે કઈ સીટો ભાજપ ગુમાવા ની કે જોખમ થઈ સકે તેવી સીટો છે અને કઈ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખાતુ ખોલે છે તેની વાત કરીએ,
પેહલા C વોટર ફાઉન્ડરના કેહવા પ્રમાણે કઈ એવી ત્રણ સીટ છે જે સીટ પર ક્ષત્રિયા વિવાદ ની અસર છે તો એ સીટોમાં આણદ સૌથી પહલી આવે છે બાદ માં જામનગર અને અંતે સુરેન્દ્રનગર આ બેઠકો પર મોટા પ્રમાણમાં ક્ષત્રિય વિવાદની અસર થઈ છે,
નોંધવા જેવી બાબત એ છે કે આ સીટો માં રાજકોટ લોકસભા આવતી નથી રાજકોટ લોકસભા પત્રકરો રાજકીય વિશ્લેષકો ભલે તે સીટ પરથી કે તે સીટ ના ઉમેદવારનો જ પૂરો વિવાદ હતો પણ રાજકોટ લોકસભા સીટ સુરક્ષિત છે, કારણ કે આ સીટ પર ક્ષત્રિય સમાજના એટલા મતો નથી જે કોઈ પાર્ટી ને હરાવી કે જીતવી શકે,
જ્યારે જામનગર અને સુરેન્દ્રનગર માં ક્ષત્રિયા સમાજના મતો નિર્ણાયક છે જે કોઈ પાર્ટીની જીત હાર પર અસર કરી સકે સાથે જામનગર માં ભાજપમાં કઈક અંશે જુથવાદ જોવા મળ્યો છે, જેની ચર્ચા આપણે આ નીચે ના વિડીયો માં કરી છે
https://youtu.be/5XpaxWoG2HE?si=K8ZwYrxIEOCNVcTs
બાદમાં સુરેન્દ્રનગર જે સીટ પર ક્ષત્રિય સમાજના મતો 2/3 લાખ છે અને ત્યાં બંને કોળી સમાજના ઉમેદવાર હતા જ્યાં ભાજપ માં ચૂવાળિયા કોળી ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસ માંથી તળપદા કોળી ઋત્વિક મકવાણા આ ચૂવાળિયા અને તળપદાની વાત એ માટે કરવી જરૂરી છે કેમ કે ત્યાં ભાજપ માંથી છેલ્લી ત્રણ ટર્મ થી તળપદા કોળીને ટિકિટ મળતી નથી માટે વિવાદ થયો હતો સુરેન્દ્રનગર લોકસભામાં 5 લાખથી વધારે કોળી મતદારો છે જેમાં તળપદા કોળી વધારે છે છતાં તળપદા કોળીને ટિકિટ મળતી નથી માટે આ વિવાદ પણ ખૂબ ચગ્યો હતો માટે જો તળપદા કોળી એક તરફી ભાજપ વિરોધી મતદાન કરે અને ક્ષત્રિય સમાજ નો પણ ખૂબ વિરોધ હતો જે લોકો એ જોયો છે માટે આ બંને સમાજ જો કોંગ્રેસ તરફ રહે છે તો ત્યાં નવાજૂની થઈ સકે છે વધુ ડિટેલ માટે નીચેનો વિડીયો જોઈ સકો છો
https://youtu.be/oeJg_-mxoDQ?si=RugoIuhUb_2I0RZK
બાદ માં આણદ બેઠક જ્યાં ક્ષત્રિય સમાજ ના સૌથી વધારે મતો છે અને ઉમેદવાર પણ મજબુત છે અમિત ચાવડા જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી શુકયા છે અને અત્યાર સુધી કોઈ ચુંટણી નહીં હારવા નો રેકોર્ડ છે હવે જોવાનું રહશે કે રેકોર્ડ કાયમ રહે છે કે હારનું ખાતુ ખૂલે છે
આ ત્રણ બેઠક પર ક્ષત્રિય વિવાદ ની અસર છે C વોટર ના ફાઉંડેરે કોઈ સીટનું નામ લીધું નથી પણ આ ત્રણ બેઠક સ્વાભાવિક છે કે ક્ષત્રિય વિવાદથી વધારે ઘેરાયેલી છે
બાકી ભરૂચ અને બનાસકાંઠા આ બે બેઠક પર બંને ઉમેદવાર જો જીતે છે તો પોતાના દમ પર જીતી શકે છે આ બંને સીટ પર ઉમેદવારની લોકસાહના વધારે દેખાઈ છે,