શા માટે જામનગર ભાજપ હારી રહ્યું છે

poonam mandam

જામનગર લોકસભા સીટ

આ સીટ પર  2014 લોકસભા ચુંટણીમાં ભાજપ 175289 મતે  જીત્યું હતું બાદ માં 2019 લોકસભા ચુંટણીમાં ફરીવાર ભાજપ 236804 મતે જીત્યું આવડી મોટી લીડ હતી છતાં શા માટે ભાજપ કે પૂનમબેન માંડમ ની હારની વાત ખૂબ થઈ રહી છે.

2024 લોકસભામાં શા માટે હારની શકયતા

સૌથી મોટુ કારણ કોંગ્રેસે જયંતી માંરવિયા ને ટિકિટ આપી જે પટેલ સમાજ માંથી આવે છે, આ જામનગર લોકસભા સીટ પર સૌથી વધારે 250000 કરતાં પણ વધારે મતો પટેલ સમાજના છે બાદ માં આહીર મતો છે 175000 આસ પાસ અને કોંગ્રેસે પટેલને ટિકિટ આપી માટે ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસ નો આભાર માન્યો કેમ જામનગર લોકસભા સીટ પર સૌથી વધારે મતદાન પાટીદારનું હોવા છતાં છેલ્લા 20 વર્ષ થી કોઈ પાર્ટીએ પટેલ ને ટિકિટ આપી હોય તો એ કોંગ્રેસ છે માટે પટેલ સમાજ જો એક તરફ જાઈ તો ભાજપને મોટું નુકશાન થશે.

ક્ષત્રિય આંદોલનની કેટલી અસર 

ક્ષત્રિય આંદોલન નું એપીસેન્ટર ભલે રાજકોટ હતું પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વિરોધ જામનગર અને સુરેન્દ્રનગરમાં થયો, જામનગર લોકસભા સીટ પર 140000 હજાર ક્ષત્રિય રાજપૂતના મતો છે પણ ક્ષત્રિય સંકલન સમિતિને લાગ્યું કે જામનગર માં પટેલ અને ક્ષત્રિય એક થાઈ અને કોંગ્રેસ તરફ જશે તો ભાજપને તકલીફ પડી શકે છે, સાથે સતવારા સમાજ ના 130000 મતો જામનગરમાં ખૂબ નિર્ણાયક છે જો એ સમાજ પણ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે તો ભાજપની હાર નક્કી છે.

 

ભાજપના આંતરિક વિખવાદની કેટલી અસર  

ભાજપ મતદાન બાદ હવે ભાજપના જ નેતા એવા કયા હતા જેને પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું છે તેવા નેતા નું લિસ્ટ બનાવી રહ્યું છે કેમ કે ઘણા નારાજ નેતાએ ક્ષત્રિય આંદોલન નો લાભ લઈ ઘણા લાંબા સમયની નારજગી નો દાવ લઈ લીધા ના સમાચાર પણ મળી રહ્યા છે

મુસ્લિમ-દલિત મતદારો પણ નિર્ણાયક 

જામનગર લોકસભા સીટ પર મુસ્લિમ મતદારો 240000 અને દલીત 170000 થી પણ વધારે મતદાન છે વર્ષોથી મુસ્લિમ-દલિત  સમાજ કોંગ્રેસ સાથે રહલો છે.

જો ચાર  ફેક્ટર જામનગર લોકસભા 2024 ચુંટણી માં ચાલ્યા છે તો ભાજપ ની હાર નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *