જૂનાગઢ લોકસભા સીટ પર મતદાન બાદ ચોંકાવનારા આકડા સામે આવ્યા
જુનાગઢમાં મતદાન પેહલા કોંગ્રેસ ખૂબ આગળ હતી પણ મતદાન બાદ ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકચી જોવા મળી રહી છે, જે આકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે.
કોંગ્રેસની ઊઘ ઉડાડે એવા છે
ઉપર મુજબ ના આકડામાં આહીર અને કારડીયા રાજપૂત સમાજ એક તરફી કોંગ્રેસ તરફ જતો બતવામાં આવ્યો છે અને તે સ્વાભાવિક છે કોંગ્રેસ તરફ થી હીરાભાઈ જોટવા જે આહીર સમાજ માંથી આવે છે અને સામે ના રાજેશ ચુડાસમા જે કોળી સમાજ માંથી આવે છે જુનાગઢ લોકસભા સીટ પર સૌથી વધારે મતદાન કોળી સમાજ નું છે જે કોળી સમાજ 2019 લોસસભા ચુંટણી માં બે ભાગ માં વહચાયો હતો જે આ વખતે 80-90 ટકા ભાજપ તરફી રહ્યો છે કારણ કે ગત લોકસભા માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માંથી કોળી સમાજ ના ઉમેદવાર હતા જ્યારે આ વખતે ભજપ માંથી જ કોળી સમાજ ના ઉમેદવાર હતા માટે કોળી સમાજ મોટે ભાગે ભાજપ તરફ રહ્યો છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે,
જ્યારે ડ્રો અતુલ ચંગ ના કેસ ના કારણે રાજેશ ચુડાસમા ને નુકશાન થઈ સકે તેમ હતું પરંતુ જુનાગઢ લોકસભા સીટ પર લોહાણા સમાજ ના માત્ર 50000 જ મતો છે જે કોઈને હરાવી કે જિતાડી સકે તેટલા નથી માટે મતદાન બાદ જુનાગઢ લોકસભા સીટ પર રાજેશ ચુડાસમા ગત લોકસભા કરતાં પણ સારી લીડ સાથે જીતે તો નવાઈ નહીં